Personal comments will be immediately deleted by our Admins. Admins are NOT obligated to explain their actions. Please respect our Admins' decisions. They are instrumental in maintaining the quality of this forum.
If you do not agree with the above, then please DO NOT POST. Thanks.
ગાંધીધામમાં રેલવે ગુડ્સ સાઇડમાં રેલવે ટ્રેકથી બે વેગન નીચે ઉતર્યા ટ્રેક પર માટી ભરાઇ ગઇ હોવાથી સર્જાયેલો અકસ્માત : જોકે, બનાવમાં કોઇને ઇજા ન પહોંચી ગાંધીધામ રેલવે ગુડ્સ સાઇડમાં રવિવારે સાંજના ભાગે રેલવે વેગનના ફ્રન્ટિંગ કરતી વખતે એક મોટો અકસ્માત બનતાં રહી ગયો હતો. અચાનક જ બે વેગન રેલવે ટ્રેક નીચે ઉતરી જતાં રેલવેના અધિકારીઓ તથા કર્મચારીઓ ધંધે લાગ્યા હતા. રેલવે ટ્રેક પર માટી ભરાઇ ગઇ હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મળતી વિગતો મુજબ ગાંધીધામના રેલવે ગુડ્સ સાઇડમાં રવિવારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. રેલવેના ખાલી વેગનનું ફ્રન્ટિંગ કરાઇ રહ્યું હતું, ત્યારે જ આમાંના બે ખાલી વેગન અચાનક જ ટ્રક નીચે ઉતરી ગયા હતા. ટ્રેનની સ્પીડ ધીમી હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો. ... Read more...
ઘટનાસ્થળ પર રેલવે ટ્રેક પુરેપુરા માટી નીચે દબાઇ ગયા હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવમાં સદ્દભાગ્યે કોઇને ઇજા પહોંચી ન હતી.