સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટે ઝડપ પકડી છે. સુરતના નિયોલમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત 2.7 કિમી લાંબો મેઈન્ટેનન્સ ડેપો બનાવવાનું કામ આગળ ધપી રહ્યું છે. 47 હેકટર એરિયામાં બુલેટ ટ્રેન માટે મેઈન્ટેનન્સ ડેપો બની રહ્યો છે. બુલેટ ટ્રેનના રેલવે સ્ટેશનથી 2 કિમી દૂર બની રહેલા મેઈન્ટેનન્સ ડેપોમાં બુલેટ ટ્રેનના રોલિંગ સ્ટોક અને ટ્રેનના મેઈન્ટેનન્સ સહિતના અલગ અલગ કામો થશે. ડેપો બનીને તૈયાર થયા બાદ અહીં પહેલા 2 ટ્રેક નંખાશે.
જે ડેપોની અંદર જ હશે. એક ટ્રેક ટ્રેનોના નિયમિત મેઈન્ટેનન્સ અને નિરીક્ષણ માટે હશે. જયારે બીજો ટ્રેક સ્ટેબલિંગ લાઈનના રૂપમાં હશે. અહીં પણ એક ટ્રેન ઉભી રહી શકશે.ભવિષ્યમાં અન્ય બે ટ્રેક પણ બનશે. જેથી ડેપોમાં કુલ 4 લાઈન થશે. અહીં ટ્રેનનું ઈમરજન્સી મેઈન્ટેનન્સ અને વ્હીલ રી-પ્રોફાઈલિંગ થઇ શકશે.
‘રાઉન્ડ...
more... ધ ક્લોક’ કામગીરી ચાલુ કરાઈબુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ચાલતા કામોમાં વીજળીક ઝડપ આવી ગઈ છે. બુલેટ ટ્રેન હેઠળના રેલવે સ્ટેશનો, નદી પુલો અને અન્ય કન્સ્ટ્રક્શન કામો રાઉન્ડ ધ ક્લોક ચાલી રહ્યા છે. બુલેટ ટ્રેન રૂટ બનીને ઝડપભેર આગળ વધી રહ્યો છે. સુરતના અંત્રોલીમાં બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન તૈયાર થઇ રહ્યું છે જયારે નવસારીના નસીલપોરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રૂટ બનાવવામાં આવી રહ્યો છે.