Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark mode

Kamayani Express - Late आना है काम तुम्हारा लेकिन मैं फिर भी हूँ तुम्हारा दीवाना - Aman

Full Site Search
  Full Site Search  
Just PNR - Post PNRs, Predict PNRs, Stats, ...
 
Fri May 20 13:08:45 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz Feed
Topics
Gallery
News
FAQ
Trips
Login
Advanced Search

News Posts by riz339

Page#    Showing 1 to 5 of 196 news entries  next>>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની ફેઝ 1ની કામગીરી હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ લિમિટેડ પૂર્વ અને પશ્ચિમ બંને કોરિડોર ઓગસ્ટ 2022 સુધીમાં શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે આજે વસ્ત્રાલના એપરેલ પાર્ક ખાતેના ડેપોથી ત્રણ કોચની એક મેટ્રો ટ્રેન એપરલ પાર્કથી મેટ્રો ટ્રેનને 6.5 કિમિ લાંબી કાંકરિયા અંડરગ્રાઉન્ડ ટનલમાંથી શાહપુર થઈ સાબરમતી નદીના બ્રીજ ઉપરથી ચલાવી ઈન્કમટેક્ષ ખાતે જૂની હાઈકોર્ટ સુધી દોડાવવામાં આવી હતી.
જૂની હાઈકોર્ટથી થલતેજ સુધી મેટ્રોનું ટેસ્ટિંગ કરાશેમેટ્રો રેલના જણાવ્યા મુજબ જૂની હાઇકોર્ટથી થલતેજ સ્ટેશન સુધી ટ્રેનના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. ટ્રેન ના ટ્રેક અને ટ્રેનની ટેસ્ટિંગની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે, જેના ભાગરૂપે આજે ટનલમાંથી આ ટ્રેનને ચલાવી અને જૂની હાઈકોર્ટ સુધી પહોંચાડવામાં આવી હતી. મેટ્રો ટ્રેન
...
more...
શરૂ થાય તે પહેલા અને ધ્યાનમાં રાખી અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવતી હોય છે.
અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એમ બે કોરિડોરના કુલ 40 કિલોમીટરના મેટ્રો ટ્રેન રૂટને ઓગસ્ટ 2022માં શરૂ કરી દેવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 6.5 કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દોડશે. અમદાવાદ શહેરના સીટી વિસ્તારમાંથી ટ્રેન અન્ડરગ્રાઉન્ડ પસાર થશે. જેની ટનલનું મોટાભાગનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે. શાહપુર દરવાજાથી કાંકરીયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ ટ્રેન દોડવાની છે.
માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશેમેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્લી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝુ તરફ જતા 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે. ટ્રેનના પાટાથી લઇ ટનલની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગયેલી દેખાય છે.
નદી ઉપરથી અને અન્ડરગ્રાઉન્ડમાંથી પસાર થશેઅમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે. જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે.
21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરીયા પૂર્વમાં બહાર નીકળશે.
40 કિ.મી.ના રૂટમાં 32 સ્ટેશન છે પણ 10 જ તૈયારમેટ્રો રેલના ફેઝ-1ને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઓગસ્ટ 2022માં શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. જેની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. જોકે બંને કોરિડોરમાં મેટ્રો રેલનું જે રીતે કામ બાકી છે તેનાથી લાગી રહ્યું છે કે, મેટ્રો ટ્રેનનો આખો ફેઝ-1 શરૂ નહિ કરી શકાય. વાસણા APMCથી શ્રેયસ ક્રોસિંગ સુધીનો ચાર કિલોમીટરનો રૂટ જ કરવામાં આવી શકે છે. 40 કિલોમીટરના રૂટમાં 32 સ્ટેશન આવે છે, જેમાંથી માત્ર ચાર સ્ટેશનો તૈયાર થયા છે. જેનું 10 ટકા જેટલું કામ બાકી હશે. પરંતુ બાકીના જે સ્ટેશનો અને મેટ્રો ટ્રેન આખી દોડતી થાય તે રીતે મેટ્રો ટ્રેન નો રૂટ અને સ્ટેશનોની કામગીરી હાલમાં જે રીતે જણાય છે તેના પરથી લાગી રહ્યું છે કે ઓગસ્ટ 2022 સુધીમાં 40 કિલોમીટર સુધી મેટ્રો ટ્રેન દોડી શકશે નહીં.
ભાસ્કર એક્સક્લૂઝિવ: ઓગસ્ટથી મેટ્રો દોડતી કરવા 32 ટ્રેન બે ડેપોમાં આવી ગઈ; વસ્ત્રાલ ગામથી થલતેજ અને APMCથી મોટેરાના 40 કિમીના રૂટ પર દોડશે
અમદાવાદમાં મેટ્રોની કામગીરી: 7 વર્ષે પણ અમદાવાદ મેટ્રો 6.5 કિમીના રૂટથી આગળ વધી શકી નથી
અમદાવાદની લાઇફલાઇન: જૂન 2022થી વસ્ત્રાલથી, મોટેરા, સાબરમતિ, રાણીપ, વાડજ, ઉસ્માનપુરા રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે, ડિસેમ્બર 2023માં ફેઝ-2માં દોડે તેવી શક્યતા
અમદાવાદની લાઇફલાઇન: ઓગસ્ટ 2022માં વસ્ત્રાલ, થલતેજ અને મોટેરા સુધી મેટ્રો દોડતી થશે, 40 કિ.મી.ના બંને કોરિડોરનું કામ પૂર્ણતાને આરે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.
સોમનાથ-કોડીનાર વચ્‍ચે પ્રસ્‍તાવિત નવી રેલવે લાઇન નાંખવા સામે ત્રણ તાલુકાના ખેડૂતોએ ત્રણ દિવસ સુઘી ઘરણા યોજયા બાદ આજે રેલી સ્‍વરૂપે કલેકટરને આવેદન પત્ર આપ્‍યુ હતુ. હવે ખેડૂતોની માંગણી મુજબ પ્રોજેકટ કાયમી માટે રદ કરવા અથવા હયાત વેરાવળ-કોડીનાર વચ્‍ચેની મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં કન્‍વર્ઝન કરવા અંગે રેલવે તંત્ર કોઇ નિર્ણય નહીં લઇ તો આગામી દિવસોમાં ગાંઘીનગર ખાતે આંદોલન કરવાની જાહેરાત ખેડૂત એકતા મંચે કરી છે.
સોમનાથ-કોડીનાર વચ્‍ચે નવી રેલ લાઇન ઉભી કરવા અંગે વર્ષ 2019 માં રેલ વિભાગનો સ્‍ટાફ સર્વે કરવા આવેલ ત્‍યારથી વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના ખેડૂતો વિરોઘ કરી રહ્યા છે. કારણ કે નવી રેલ લાઇન નાંખવાથી ત્રણેય તાલુકાના 1500 જેટલા ખેડૂતોની કિંમતી ખેતીની ફળદ્રુપ જમીનો કપાતમાં જવાની ભિતી ઉભી થઇ હતી. તો 300 જેટલા ખેડૂતો તો ખાતેદાર ખેડૂત તરીકે મટી જાય
...
more...
તેવી સ્‍થ‍િતિ સર્જાય હતી. જેને લઇ આ પ્રોજેકટના વિરોઘના ભાગરૂપે છેલ્‍લા ત્રણ વર્ષ દરમ્‍યાન ખેડૂતોએ રેલી, બાઇક રેલી, મીટીગો, આવેદનપત્રો આપી મુહિમ ચલાવી રહયા છે. આ પ્રોજેકટને સાકાર કરવા માટે ખેડૂતોને સમજાવવા પ્રાંત અઘિકારીની હાજરીમાં ખેડૂતોના પ્રતિનિઘિઓ અને રેલ વિભાગના અઘિકારીઓ સાથે અત્‍યાર સુઘી ઘણી વખત મીટીગો થયેલ જે તમામ અનિર્ણીત રહી છે. આવી મીટીગોમાં ખેડૂતોને માત્ર મૌખીક આશ્વાસનો જ આપવામાં આવ્‍યા છે.
આ પ્રોજેકટ અંગે રેકર્ડ ઉપર રેલવે કોઇ નિર્ણય ન કરતુ હોવાથી તાજેતરમાં ખેડૂતોની મળેલ બેઠકમાં ફરી આંદોલનને વેગવંતુ બનાવી ત્રણ દિવસ સુઘી ઘરણાનો કાર્યક્રમ આપવાનું નકકી કરાયેલ હતુ. જે મુજબ છેલ્‍લા ત્રણ દિવસથી ખેડૂતોએ જીલ્‍લા કલેકટર કચેરી સામે ઘરણા યોજયા હતા. જેમાં આજે સાંજે ખેડૂતોએ રેલી સ્‍વરૂપે જીલ્‍લા કલેકટરને આવેદન પત્ર આપ્‍યુ હતુ. આ મામલે રેલવે તંત્ર હવે રેકર્ડ ઉપર નિર્ણય નહીં કરતો આગામી દિવસોમાં ગાંઘીનગર ખાતે ખેડૂતો આંદોલન કરશે તેવી ખેડૂત એકતા મંચના રમેશભાઇ બારડએ જણાવેલ છે. સોમનાથ - કોડીનાર વચ્‍ચે હયાત મીટર ગેજ લાઇનને બ્રોડગેજમાં કન્‍વર્ઝન કરવાનો નિર્ણય કરવામાં આવે તેવું ખેડૂતો ઇચ્‍છી રહયા છે. જો આમ કરવામાં આવે તો રેલવે તંત્રને નવી લાઇન પાછળ થનાર મોટો ખર્ચ પણ બચી જશે અને ખેડૂતોની કિંમતી ફળદ્રુપ જમીનો પણ કપાત થશે નહીં. આવું કરવાથી તંત્ર સરળતાથી આ મામલાનો હલ કાઢી શકે તેમ હોવા છતાં કરતુ નથી. જેથી આ બાબતે રેલવેના જવાબદારો અને તંત્રએ વિચારવું જોઇએ તેવી ખેડૂતોએ લાગણી દર્શાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.

Rail News
9576 views
Apr 28 (14:57)
riz339
riz339~   4547 blog posts
Re# 5327339-1            Tags   Past Edits
Opposed for somnath kodinar #nl
Farmers wants to #gc for veraval talala kodinar mg route
અમદાવાદ રેલવે સ્ટેશનનું 4 હજાર કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવનાર છે ત્યારે આ કામ નિર્ધારિત 5 વર્ષના સમયમાં પૂર્ણ કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થાનિક રેલવે અધિકારીઓને સૂચના આપી છે. આ સાથે રેલવે મંત્રીએ સ્ટેશન રિડેવલપમેન્ટ સહિત અન્ય રેલવે પ્રોજેક્ટ્સની કામગીરી દરમિયાન આવતી સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે રાજ્ય સરકાર સાથે મળી સંકલન સમિતિ બનાવવા અને દર મહિને બેઠક કરી તમામ સમસ્યાઓનો ઝડપી નિકાલ કરવા પણ સૂચના આપી છે.
દેશમાં અમદાવાદ સહિત અન્ય કેટલાંક સ્ટેશનોને રિડેવલપ કરી પેસેન્જરોને વધુ ને વધુ સુવિધા આપવા રેલવે દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે અમદાવાદ સ્ટેશન રિડેવલપમેન્ટ કરવાની કામગીરી રેલવે લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (આરએલડીસી)ને સોંપવામાં આવી છે, જેમણે સ્ટેશન ડેવપલમેન્ટ માટે પ્લાન તૈયાર કરવાની સાથે તાજેતરમાં રેલવે અને સ્થાનીય સત્તાતંત્ર સાથે મંત્રણા પણ કરી હતી.
...
more...

તાજેતરમાં જ અમદાવાદ સ્ટેશનની મુલાકાત લેનારા રેલવે મંત્રીએ આ પ્લાનનું નિરીક્ષણ કરવાની સાથે કામગીરી ઝડપથી શરૂ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રિડેવલપમેન્ટ માટે ફંડની સમસ્યા નથી, ત્યારે કામગીરી ઝડપથી પાંચ વર્ષમાં જ પૂર્ણ કરો, જેથી લોકોને સુવિધાઓ મળી રહે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સ્ટેશન ડેવલપ કરી ત્યાં પેસેન્જર સુવિધાઓ વધારવાની સાથે ગાર્ડન, હોટેલ, મોલ, બુકિંગ એરિયા, રેસ્ટ રૂમ સહિત અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.
પાલનપુરના રેલવે સ્ટેશન પરની વર્તમાન સ્થિતિ જોતા સ્ટેશન પર 20 મિનિટથી અડધો કલાક વહેલું પહોંચવું જરૂરી છે નહિતર ટ્રેન છૂટવાની શકયતા રહેલી છે.પાલનપુરમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનો ટ્રેક રેલ્વે સ્ટેશનની આગળના પાર્કિંગમાંથી પસાર થતા રેલ્વે સ્ટેશનની અવરજવર માટેના રસ્તાઓ બદલાઈ ગયા છે. વચ્ચોવચ DFCC ટ્રેક બની જતા સ્ટેશનની સામે ટિકિટ ઓફિસ બનાવાઈ છે ત્યાંથી બોગદામાં થઈ 300 મીટર જેટલું ચાલીને પ્લેટફોર્મ નંબર 1 પર જવાય છે.
એસ્કેલેટર ટિકિટબારીથી 120 મીટર દૂર છે જોકે ટિકિટ ઘર પાસે તેની સૂચના લખાઈ નથી. રેલવે સ્ટેશનમાંથી ટિકિટબારી બંધ કરી ત્યાં નવું લગેજ રૂમ બનાવવામાં આવ્યું અને નવી ટીકીટ બારી રિઝર્વેશન સેન્ટરનું બિલ્ડીંગ અને પાર્કિંગ સામેની બાજુએ બનાવવામાં આવ્યું છે. સ્ટેશનમાં જવાના હાલ 2 રસ્તાઓ છે જેમા એક બોગદા માંથી અને બીજો એસકેલેટર પર ચઢીને.
જોકે
...
more...
રેલવેના મુસાફરોએ ટિકિટ લઈને અથવા રિઝર્વેશન સેન્ટર પર કન્ફર્મ કરાવીને રેલ્વે સ્ટેશન પર જવા એસકેલેટરની જાણકારીના અભાવે બોગદામાંથી પસાર થાય છે. જ્યાં રેલવેના મુસાફરોને 150 મીટર જેટલો ઢાળ ચડવો પડે છે. જેમાં સામાન લઈને ટ્રેન ચડવા જતા વડીલો અડધામાં જ હાંફી જાય છે. મુસાફરો જો એસ્કેલેટર થઈ રેલવે સ્ટેશનના ફૂટ બ્રિજ પર જાય છે ત્યાંથી ચાર પ્લેટફોર્મ સુધી જઈ શકે છે. દરેક પ્લેટફોર્મ પર ચઢવા ઉતરવા માટે લિફ્ટની સુવિધા છે. જોકે જાણકારીના અભાવે નવા મુસાફરોને પારાવાર મુશ્કેલીઓ થાય છે.
પાલનપુર રેલ્વે સ્ટેશન ની આગળ થી ટ્રેક નીકળતા મુસાફરો બોગદામાં થઈને સ્ટેશનમાં જાય છે. આ ફોટા પરથી સમજોકે જો મુસાફર કીર્તિસ્થમ્ભ વાળા માર્ગ પરથી પ્રવેશ કરી સ્ટેશન તરફ જાય છે ત્યારે પહેલા સમાન સાથે ત્યાં ઉતરી સીધા એસકેલટરની મદદથી સ્ટેશનમાં સરળતાથી પ્રવેશ કરી શકશે. પરંતુ જો પાર્કિંગમાં જઈ સામાન ઉતાર્યો તો 120 મીટર સમાન લઈ એસકેલટર સુધી જવું પડશે અથવા પાર્કિંગ નજીક બોગદા માંથી 300 મીટર ચાલીને સ્ટેશનની અંદર જવું પડશે જ્યાં 150 મીટર ઢાળ ચઢવો પડશે. તસ્વીર ભાસ્કર.
પાર્સલ ઓફિસ સુધી પહોંચવા બોગદામાંથી વાહનો પસાર થાય છેપાલનપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર જવા માટે મુસાફર રીક્ષાઓને મનાઇ છે પરંતુ પાર્સલ મુકવા માટે વાહનોને વિશેષ છૂટછાટ આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા ગામોમાં તૈયાર થતો માવો મુંબઈ મોકલવામાં આવે છે રોજ 2 હજાર કિલો માવો પાર્સલ ઓફિસે લાવવા સાંકડા બોગદામાં વાહનચાલકોને વળાંક લેવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત અન્ય માલ વાહક વાહનો પણ સમાન લઈને અંદર આવતા હોય છે.
મુંબઈ તરફ જવા પ્લેટફોર્મ 1 અને દિલ્હી તરફ જવા પ્લેટફોર્મ 2 પર જવું પડે છેપાલનપુરના રેલવે જંકશન પર મુંબઈ તરફથી આવનારા યાત્રિકો પ્લેટફોર્મ નંબર 2 પર ઉતરે છે. જેમને ફૂટ ઓવરબ્રિજ થઈ સ્ટેશનની બહાર આવવું પડે છે. આમ બે નંબરના પ્લેટફોર્મ પરથી દિલ્હી તરફ જતી ટ્રેનમાં બેસવું પડે છે. જ્યારે દિલ્હી રાજસ્થાન થી આવતી ટ્રેન એક નંબર પ્લેટફોર્મ પર ઉભી રહે છે અને અમદાવાદ બરોડા સુરત મુંબઇ સુધી જાય છે.
માંડ માંડ ટ્રેન પકડી શક્યાપાંથાવાડાના વતની મુંબઈ જવા રાજસ્થાની પરિવાર રાત્રે 9:15ની બાંદ્રા ટ્રેન પકડવા માટે નવ વાગ્યે પાર્કિંગમાં આવી ગયા હતા પરંતુ બોગદામાંથી પસાર થઈને પ્લેટફોર્મ નંબર એક પર આવતા તેમને વીસ મિનિટ જેટલો સમય લાગી જતા માંડ માંડ ટ્રેન પકડી શક્યા હતા. પાથાવાડાથી તેમને છોડવા આવેલા પરિવારજને જણાવ્યું કે "જો અમે એક મિનિટ પણ મોડા પડ્યા હોત તો ટ્રેન ચૂકી ગયા હોત. પાર્કિંગની આજુબાજુ ક્યાંય એવું લખેલું ન હતું કે એસ્કેલેટરની સુવિધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.
Apr 27 (07:15) વિરોધ:રેલ હટાવો લીલી નાઘેર બચાવોના નારા સાથે 19 ગામના ખેડૂતોના ધરણાં (divya-b.in)
WR/Western
0 Followers
3739 views

News Entry# 484326  Blog Entry# 5326036   
  Past Edits
Apr 27 2022 (07:15)
Station Tag: Somnath/SMNH added by riz339/890392

Apr 27 2022 (07:15)
Station Tag: Kodinar/KODR added by riz339/890392
Stations:  Somnath/SMNH   Kodinar/KODR  
સોમનાથ- કોડીનાર નવી ઔદ્યોગીક રેલવે લાઈનના વિરોધમાં 3 તાલુકાના 19 ગામના ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે 3 દિવસથી ધરણા શરૂ કર્યા છે. અને આ પ્રશ્નનો હલ કરવાની માંગ કરી છે.
સોમનાથ- કોડીનાર વચ્ચે નવી ઔદ્યોગિક રેલવે લાઈનને લઈ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જ ગીર-સોમનાથ કલેકટર કચેરી ખાતે ખેડૂતોએ ધરણાં યોજ્યા હતા. અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે ધરતીપુત્રોએ કહ્યું હતું કે, આ રેલવે લાઈનનું નિર્માણ થાય તો સુચિત રૂટ જોઈએ તો ફળદ્રુપ જમીનમાંથી 2 લાખ નાળિયેરી, આંબા, ચીકુ સહિતના બગીચાઓનું કટીંગ કરવું પડે.
આશરે 1500 ખેડૂતોની જમીન કપાતમાં આવે છે.
...
more...
જેથી પણ ભારે નુકસાન થઈ શકે છે. આ અંગે યોગ્ય ફરી સર્વે કરી નિર્ણય લેવો જોઈએ એવી માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય એ છે કે, જો આ નિર્ણય નહીં બદલાય તો ખેડૂતોને ફટકો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.
Page#    196 news entries  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy